મોરબી : મોરબીના લાગધીરપુર રોડ ઉપર વૈભવ હોટલ નજીક મકાનમાં ઇલેક્ટ્રિક કામ કરતી વખતે અજયભાઇ રમેશભાઇ પાટડીયા ઉ.22 રહે. નવા જાંબુડીયા ધર્મસિધ્ધી સોસાયટી વાળાને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.