અકસ્માત સર્જ્યા બાદ અન્ય બાઈક ચાલક નાસી છૂટ્યો મોરબી : મોરબીના ધરમપુર રોડ ઉપર ઉમા વિદ્યાસંકુલ નજીક રાત્રીના સમયે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ અન્ય બાઈક ચાલક નાસી છૂટતા બાઈક નંબરના આધારે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. અકસ્માતના આ બનાવ અંગે ધરમપુર ગામે હનુમાનજી મંદિરની બાજુમાં રહેતા રવિન્દ્રસિંહ ચંદ્રસિંહ તોમરે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમનો પુત્ર મનહર ગત તા.21ના રાત્રીના સમયે યામહા આલ્ફા બાઇક લઈને મોરબીથી ધરમપુર તરફ આવતો હતો ત્યારે હીરો હોન્ડા સ્પલેન્ડર નંબર GJ-03-AF-1531ના ચાલકે તેમના પુત્રના બાઈક સાથે પોતાનું બાઈક અથડાવતા મનહરને ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતની આ ઘટના બાદ બાઈક ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હોય રવિન્દ્રસિંહ ચંદ્રસિંહ તોમરે બાઈક નંબર GJ -03-AF-1531ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.