તાલુકા પોલીસે રોકડા રૂપિયા 28,860 કબ્જે કર્યા મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ખેવાળીયા ગામના પાદરમાં જુગારનો પાટલો માંડનાર પાંચ ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 28,860 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખેવાળીયા ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસ ટીમે દરોડો પાડતા ભગીરથસિંહ બાપાલાલ જાડેજા, અલ્પેશભાઇ ભગવાનજીભાઇ વડાલીયા, ગોરધનભાઇ અવચરભાઇ રાજપરા, રાજેશભાઇ જેઠાભાઇ પ્રજાપતી તથા રજનીકાંતભાઇ હશુભાઇ વ્યાસ જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 28,860 કબ્જે કરી પાંચેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.