હળવદ : હળવદ તાલુકા ભાજપના મહામંત્રીએ PGVCLના એમ.ડી.ને રજૂઆત કરી છે કે ખેતીવાડી વિજ કનેક્શનનું પેન્ડિંગ પડેલું કામ વહેલી તકે પૂર્ણ કરી ખેડૂતોને પડતી મુશ્કેલીઓને અગ્રીમતા આપી કામ સત્વરે પૂર્ણ કરવું. ખેતીવાડી વિજ કનેક્શનની માંગણી ઘણાં સમયથી પેન્ડીંગ છે, જે સત્વરે પૂર્ણ કરવા હળવદ તાલુકા ભાજપ ગ્રામ્યના મહામંત્રી રાણા નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહે PGVCLના એમ.ડી.ને રજૂઆત કરી છે.જે ખેડૂતોએ એસ્ટીમેન્ટ ભરપાઇ કરેલ છે તેનું કામ પૂર્ણ કરી કનેક્શન રીલીઝ કરવા તથા ખેડૂતોએ પોલ બદલવા, વાયર ખેંચવા વગેરેની લેખીત રજુઆત કરેલ છે.તે ઉનાળામાં વાવેતર ન હોય.તેથી કામ પૂર્ણ કરવા.પી.જી.વી.સી.એલ.માં ઘણાં સમયથી સર્વિસ કેબલ ઉપલબ્ધ નથી.જે વહેલી તકે મંગાવીને ખેડૂતોને પડતી મુશ્કેલી અગ્રીમતા આપી પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.