ગાંધીધામ કમાખ્યાં એક્સપ્રેસ ટ્રેન હડફેટે આવી જનાર યુવાનની ઓળખ મેળવવા રેલવે પોલીસની તજવીજ મોરબી : મોરબી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર ગઈકાલે ગાંધીધામ - કમાખ્યાં એક્સપ્રેસ ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મૃત્યુ નિપજતા પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રેલવે સ્ટેશન ઉપર ગઈકાલે ગાંધીધામ - કમાખ્યાં એક્સપ્રેસ ટ્રેન હડફેટે આવી જતા અંદાજે 26 વર્ષની વયના અજાણ્યા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવાનના હાથ ઉપર અંગ્રેજીમાં A જીતુ તેમજ k ILA ત્રોફાવેલ છે. મરણ જનાર યુવકના વાળ અને દાઢી લાંબા છે. જો કોઇ વ્યક્તિને આ યુવાન અંગે જાણકારી હોય તો રાજકોટ રેલવે પોલીસનો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.