નગરપાલિકાના વાલ્મીકી સફાઈ કામદારો દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત હળવદ : તાજેતરમાં હળવદ નગરપાલિકામાં ભરતી થયેલ કાયમી સફાઇ કામદારો પાસે મુળભુત હેતુ ઉપદેશની કામગીરી કરાવવાના બદલે સામાજિક અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવા બાબતે હળવદ નગરપાલિકાના સમસ્ત વાલ્મીકી સફાઈ કામદારો દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હળવદ-નગરપાલિકા શહેરી વિસ્તારના તમામ અનુસુચિત જાતિ પૈકી વાલ્મીકી સમાજના સફાઇ કામદાર ભાઇ-બહેનોની રજુઆત છે કે ગત વર્ષ સરકારના નિયમ મુજબ હળવદ નગરપાલિકામાં સેટપના 50% મુજબ જગ્યાઓ ભરવાના ઠરાવ મુજબ નગરપાલિકામાં કુલ 13 સફાઇ કામદારોની પ્રક્રિયા કરવામાં આવેલ છે. જેમાં રોસ્ટર પદ્ધતિ મુજબ એસ.સી., ઓ.બી.સી તેમજ જનરલ માટે મંજુર થયેલ રોસ્ટર મુજબ ભરતી કરવાની હતી અને જેની પાસે ભરતીના નિયમ મુજબ સફાઇ કામગીરી કરવાની હતી. જેથી, આ જાહેરાત અંગે નગરપાલિકાની ભરતી માટેની કાર્યવાહી કરવામાં આવેલ તેમા મુળભુત ઉદ્દેશ સફાઇ કામદારો તરીકે નિમણૂક મેળવેલી હોય અને શહેરી વિસ્તારની સફાઇ અંગેની કામગીરી કરવાની થતી હોય, જે નિયમ મુજબ અરજી ફોર્મ ભરવાનુ હતુ. જેમા નગરપાલિકામાં ભરતી થયેલ એસ.સી સિવાયના એસ.ટી., ઓ.બી.સી, જનરલ જગ્યા માટે પણ અરજી આવેલ હતી અને જુલાઇ 2021થી નગરપાલિકા દ્વારા 13 સફાઇ કામદારોની ભરતી પુર્ણ કરી આપવામાં આવેલ હતી. સરકારના નિયમ મુજબ મુળભુત કામગીરી કરવા માટે જે ભરતી કરવામાં આવી હતી, તેના મુળ ઉદ્દેશ જાળવવામાં આવેલ નથી. કેમ કે આ 13 સફાઇ કામદાર પૈકી જનરલ એસ.ટી., ઓ.બી.સી તરીકે ભરતી પામેલા કામદારો છે. તેમની પાસેથી સફાઇ કામદારોના નિયમ મુજબ કામગીરી વર્ગીકરણ મુજબ સફાઇ કામદાર તરીકે કામગીરી લેવાનો ઉદ્દેશ જાળવવામાં આવતો નથી અને જનરલ, એસ.ટી. તેમજ ઓ.બી.સી. વાળા સાત સફાઇ કામદારો પાસે સામાજીક અસ્પૃસ્યતાને પ્રોત્સાહન મળે તેવી કામગીરી લેવામાં આવે છે. જે સામાજીક અસ્પૃસ્યતાને પ્રોત્સાહન આપનારૂ કાર્ય છે. જેથી, હળવદ-નગરપાલિકાના અધિકારીઓ સતાધિશો દ્વારા સામાજીક અસ્પૃશ્યતાને પ્રોત્સાહન મળે તેવી કામગીરી લેવામાં આવે છે. જે ભારતની લોકશાહી બંધારણ મુજબ તેમજ અનુસુચિત જાતિ સમાજના મૂળભુત અધિકારોનું સરેઆમ હનન થઇ રહયુ છે. જો સફાઇ કામદારો તરીકે ભરતી થયેલા તમામ કામદારો પાસે નગરપાલિકા વિસ્તારના મુળ હોદાની નિમણુક મુજબની ફકત કામગીરી લેવામાં આવે તો લોકશાહી બંધારણ મુજબ મુળભુત અધિકારની રૂપે સામાજીક અસ્પૃસ્યતા નિવારણનું ધોરણ જળવાઇ રહે એવી માંગ છે. વાલ્મીકી સમાજના સફાઇ કામદારોને આ અરજી મુજબ નગરપાલિકા દ્વારા તાત્કાલીક ધોરણે ભરતી થયેલા કામદારો માટે સામાજીક અસ્પૃસ્યતા નિવારણની ઉલ્લંઘન થયેલ કામગીરી અટકાવી દેવામાં નહી આવે તો તમામ વાલ્મીકી સમાજના ભાઇઓ-બહેનો દ્વારા હળવદ નગરપાલીકા સામે સામાજીક અસ્પૃસ્યતા પ્રોત્સાહન આપવાના મુદા સબબ દિવસ-10માં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચીમકી અપાઈ છે.