મોરબી : લાયન્સ ક્લબ ઑફ મોરબી નઝરબાગ દ્વારા રવિવારે ચકલીના માળા-કુંડા તથા સેનેટરી નેપકીનનું વિતરણ કરાશે. લાયન્સ ક્લબ ઑફ મોરબી નઝરબાગ દ્વારા બર્ડ કેર પ્રોજેક્ટ અંતર્ગત આગામી તા.24/4ને રવિવારના રોજ સવારે 11:00 કલાકે રાજેશ સાયકલ, ચકિયા હનુમાન પાસે, 10-વસંત પ્લોટ, સત્યસાંઇ પાન વાળી શેરી, રવાપર રોડ, મોરબી ખાતે વિનામૂલ્યે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા તથા ચકલીના માળાઓનું વિતરણ તેમજ સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવશે.