મોરબી : મોરબીમાં રવિવારે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષિઓને પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા તા.24ને રવિવારના રોજ સવારે 10 કલાકે મહારાણા પ્રતાપ સર્કલ,હાઉસિંગ બોર્ડ પાસે,મોરબી - 2 પક્ષીઓને ઉનાળાની ગરમીમાં ઠંડુ પાણી મળી રહે તેવા હેતુથી પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.આ વિતરણમાં વહેલા તે પહેલાના ધોરણે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.