સંતવાણી, રાસગરબા, હાસ્ય કાર્યક્રમ, રામધૂનનું આયોજન હળવદ : હળવદ તાલુકાના રણમલપુરમાં પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શિવ પુરાણ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે.જેમાં સંતવાણી,હાસ્ય કાર્યક્રમ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજરોજ સંતવાણીની રમઝટ જામશે.કથામાં બહારગામથી આવતા લોકો માટે બસ વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.કથાનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવે છે. હળવદ તાલુકાના રણમલપુરમાં સોમનાથ મહાદેવ મંદિરની પ્રતિકૃતિ સમા મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ હોવાથી ભીડભંજન મહાદેવની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શિવ પુરાણ જ્ઞાનયજ્ઞ ગત તા.19 થી 27 સુધી રણમલપુર,હળવદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.કથા વક્તા કાળુગીરીબાપુ ગોસ્વામી છે.કથાશ્રવણનો સમય 8:30 થી 11:30 અને બપોરે 3 થી 6 કલાકનો છે.કથાનું લાઈવ ઉમિયા કેબલ દ્વારા હર્ષના બોક્સમાં ચેનલ નં.504 તેમજ GTPL ચેનલ નં.73 હળવદથી ચાલતા ગામડામાં થશે.બહારગામથી આવતા ભાવિકો માટે હળવદથી રણમલપુર આવવા માટે દશામાંના મંદિરે પાસેથી વાહન મળશે.ધ્રાંગધ્રાથી રણમલપુર આવવા માટે સવારે 7 કલાકે,બપોરે 12:15 કલાકે અને સાંજે 6:15 કલાકે બસ મળશે.ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આજ તા.22ને શુક્રવારે રાત્રી સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પરેશદાન ગઢવી અને હકુભા ગઢવી સંતવાણીની રમઝટ મચાવશે.આવતીકાલ 23ને શનિવારના રોજ રાસ ગરબાનું આયોજન કરેલ છે.જેમાં તેજસ્વીનીબેન બારોટ અનસોયાબેન ડાભી ઉપસ્થિત રહેશે.તા.25ને સોમવારના રોજ સંતવાણી અને હાસ્ય કાર્યક્રમ યોજાશે.જેમાં કલાકાર નારાયણ ઠાકર અને હિતેશ અંટાલા હાજર રહેશે.તા.26ને મંગળવારના રોજ ઝાલાવાડી રામધૂન મોટી યોજાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..