જિલ્લા પંચાયતના વાઇસ પ્રેસિડેન્ટની પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબી : મોરબી જિલ્લા પંચાયતના વાઇસ પ્રેસિડેન્ટની પુત્રીના જન્મદિવસ પર પરશુરામ ધામમાં સીસીટીવી કેમેરા લગાવા રૂ.1 લાખ 5 હજારનું દાનનું કર્યું હતું. મોરબી જિલ્લા પંચાયતના ડાયનેમિક વાઇસ પ્રેસિડેન્ટ જાનકી કૈલા અને ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલાની પુત્રી રાગીનાં જન્મદિવસે માતા પિતા દ્વારા પરશુરામ ધામ મોરબી ખાતે 1 લાખ 5 હજાર રૂપિયા દાન પેટે આપી સીસીટીવી કેમેરા લગાવી આપવામાં આવેલ હતા. આ તકે સમગ્ર બ્રહ્મ સમાજ દીકરી રાગીને જીવનમાં સફળ થવા માટે શુભકામનાઓ પાઠવે હતી અને આશીર્વાદ આપ્યા હતા