રાજ્યમંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા મોરબી : આજરોજ મોરબી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકા કક્ષાનો “બ્લોક હેલ્થ મેળો” યોજાયેલ હતો.જેમાં રાજ્યમંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તા.૨૧/૦૪/૨૦૨૨ના સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકાનો તાલુકા કક્ષાનો “બ્લોક હેલ્થ મેળો” યોજાયેલ હતો.જેમાં બ્રિજેશભાઈ મેરજા,રાજ્યકક્ષા મંત્રી,શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર,પંચાયત(સ્વતંત્ર હવાલો),ગ્રામ વિકાસ,ગ્રામ ગૃહ નિર્માણ,ગુજરાત રાજ્ય મુખ્ય અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ હતા. બ્રિજેશભાઈ મેરજાએ જણાવેલ કે રાજ્ય સરકાર રાજ્યના છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોચીને તેઓની દરકાર કરે છે અને સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ તેઓ સુધી પહોચાડવા માટે સદાય તત્પર છે.આ મેળાનો આશય લોકોને ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે અને વિવિધ યોજનાઓની માહિતી સરળતાથી મળી રહે તે છે.વધુમાં તેઓએ ભારપૂર્વક વ્યસનમુક્ત સમાજનું નિર્માણ થાય તે માટે હાકલ કરેલ.વધુમાં તેઓએ જણાવેલ કે તા.19/04/2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જામનગર ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડાની ઉપસ્થિતિમાં “ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન”નો શિલાન્યાસ કરી પ્રાકૃતિક ચિકિત્સાના એક નવા યુગનો પ્રારંભ કરાવ્યો છે તે ગુજરાત માટે ગૌરવની બાબત છે અને લોકોને આયુર્વેદ ચિકિત્સાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરેલ હતી. મંત્રીએ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે ઊભા કરેલ આરોગ્ય વિભાગ,આઈ.સી.ડી.એસ.વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને આયુષ વિભાગ દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત કરેલ અને તેઓની કામગીરી બાબતે તલસ્પર્શી માહિતી મેળવીને તેઓના વિશેષ સલાહ સૂચન આપેલ.મંત્રીએ ઉપસ્થીત તમામ લોકોને માનનીય વડાપ્રધાનના ફ્લેગશીપ કાર્યક્રમ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેશલેશ તબીબી સહાયનો લાભ મેળવવા માટે પી.એમ.જે.એ.વાય.કાર્ડ વહેલી તકે કઢાવી લેવા માટે અનુરોધ કરેલ હતો. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા,જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ,ચેરમેન જયંતિભાઇ પડસુબિયા, ચેરમેન હીરાભાઇ ટમારીયા,જીગ્નેશભાઇ કૈલા,દુર્લભજીભાઈ દેથરીયા,નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિહ,ચેરમેન સુરેશભાઈ,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતિરા, સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ડો.દુધરેજીયા,જીલ્લા મેલેરીયા અધિકારી ડો.વારેવડિયા,પ્રાંત અધિકારી ઝાલા,તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડિયા તેમજ મોરબી તાલુકાનો તમામ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.