તંત્ર નિદ્રામાં હોય તેમ ખાડા ખોદયા બાદ કામ અધૂરું છોડી દીધું મોરબી :મોરબીમાં આલાપ રોડ, પટેલનગર સોસાયટીની શેરીઓમાં મુખ્ય વળાંક પાસે વાયરો નાખવા ખાડા ખોદવામાં આવ્યા હતા.વાયરો નાખ્યા બાદ ખાડા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.જાણે તંત્ર નિંદ્રામાં જતા રહ્યા હોય અને ખુલ્લા પડેલા ખાડા દેખાતા ન હોય. તેમ કઈ કામગીરી કરવામાં આવી નથી. મોરબીના આલાપ રોડ,પટેલનગર સોસાયટીની શેરીઓમાં મુખ્ય વળાંક પાસે વાયર નાખવા ખાડા ખોદીને જતા રહ્યા છે,આશરે એકાદ મહિનાથી કંઈ કામ આગળ વધતું નથી.આ ખાડાઓ સોસાયટીના રહીશો માટે, આવતા જતા વાહનો માટે, રમતા બાળકો માટે, સ્કૂલ વાહનો માટે જોખમી બની ગયા છે.આ ખાડાઓ વ્યવસ્થિત રીતે બુરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.ખાડાઓ બુરવા અંગે નગરપાલિકાના સત્તાધીશોને પાસે માંગણી કરવામાં આવી છે.