રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીના વ્યાસપીઠેથી કથાનું રસપાન કરતા ભક્તો મોરબી : મોરબીના રામધન આશ્રમના મહંતના શિષ્યા રત્નેશ્વરી દેવીના વ્યાસપીઠ સ્થાનેથી મોરબીના બોરીચાવાસમાં શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે.જેમાં રોજ અનેક ભક્તો કથાનો લાભ લઇ રહ્યા છે.આ કથામાં આજરોજ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાંના શિષ્યા રત્નેશ્વરી દેવીના વ્યાસપીઠ સ્થાનેથી મોરબીના બોરીચાવાસમાં હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા તા.17/4 થી 23/4 સુધી બપોરે 3:30 થી સાંજે 7:00 સુધી યોજાશે.આ કથામાં આવતા વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવનાર હોય જેમાં આજરોજ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.કથામાં આગામી રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, અને પરીક્ષિત રાજાનો મોક્ષ સહિતના આવનાર પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે તેમ કથાના આયોજકની યાદીમાં જણાવાયું છે.