મોરબી : હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના પગલે મોરબીના માર્કેટ યાર્ડના અનાજ વિભાગમાં આવતીકાલે તા. 21ના રોજ રજા રાખવામાં આવી છે. આજે તા. 20 અને આવતીકાલે તા. 21 દરમ્યાન ગુજરાત તથા સારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીના કારણે અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવેલ છે. તો ખેડૂતોને યાર્ડમાં માલ લઇને ન આવવા સુચના આપવામાં આવેલ છે. જેની જનરલ કમિશન એજન્ટો, વેપારીઓ તથા ખેડૂતોને ઇન્ચાર્જ સેક્રેટરી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મોરબીની યાદીમાં જાણ કરવામાં આવેલ છે.