ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે ખેતમજૂરી કરતી શ્રમિક મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે વિજયભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા નંદાબેન શંકરભાઈ પરમાર રહે.પાવધાર તા. ધાનપુર જી.દાહોદ વાળાએ ગત તા.16 એપ્રિલના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે ટંકારા બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. વધુમાં મૃતક નંદાબેન શંકરભાઈ પરમારના અઢી વર્ષ પહેલા લગ્ન થયા હોવાનું અને સંતાનમાં એક પુત્રી હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ પ્રકરણમાં હાલમાં ટંકારા પીએસઆઇ બી.ડી.પરમાર દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.