મોરબી તાલુકા પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમાં ટ્રાન્સપોર્ટર અને શ્રમિકને ગિરફ્તમાં લીધા મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે બંધુનગર નજીકથી એક શ્રમિકને પાંચ બોટલ વિદેશીદારૂ સાથે અને ટ્રાન્સપોર્ટરને ત્રણ બીયરના ડબલા સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ કાર્યવાહીમાં મોરબી તાલુકા પોલીસ ટીમે બંધુનગર ગામની સીમમાં ઈટાલકા સીરામીક પાસેથી રહીમભાઈ ઉર્ફે રજાક હાજીભાઈ ચીચોદરા, રહે. વાવડી રોડ ક્રીષ્નાપાર્ક-બી મકાન નં-૮ વાળાને મેકડોવેલ્સ નં-1ની બોટલ નંગ-5 કિંમત રૂપિયા 1875 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે બંધુનગર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વૈકેટેશન બલ્લુસ્વામી ચટીયાર, રહે. હાલ નવા જાંબુડીયા વાડીનાથ કોમ્પલેક્ષ વાળાને કિંગફીશર સુપર સ્ટ્રોગ બીયરના ટીન નંગ-3 કિંમત રૂ.300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.