સ્વામી વિવેકાનંદ પરિવ્રાજકના સાનિધ્યમાં યજ્ઞ, ભજન, પ્રવચન અને પ્રસાદનું આયોજન મોરબી : સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક-દર્શન યોગ મહાવિદ્યાલય આર્યવન-રોજડ મોરબી આવી રહ્યા છે.જેના સાનિધ્યમાં આર્ય સમાજ દ્વારા વાર્ષિકોત્સવ ઉજવામાં આવશે. અને યજ્ઞ, ભજન, પ્રવચન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. વેદમાર્ગના પથિક,અષ્ટાંગ યોગને જન-જન સુધી પહોંચાડનાર યોગનિષ્ઠ સ્વામી સ્વ.સત્યપતિ મહારાજના સુયોગ્ય શિષ્ય સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક-દર્શન યોગ મહાવિદ્યાલય આર્યવન-રોજડ મોરબી પધારી રહ્યા છે.તો તેમના પાવન સાનિધ્યમાં આર્ય સમાજ મોરબી દ્વારા આવતીકાલે તા.20ને બુધવારના રોજ 9:30 થી 12:30 કલાકે આર્ય સમાજ,લખધીરવાસ-મોરબી ખાતે વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યું છે.આ વાર્ષિકોત્સવમાં ધર્મલાભ લેવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વાર્ષિકોત્સવમાં અતિથી વિશેષમાંવાચોનિધી આર્ય- પ્રમુખ, આર્ય સમાજ – ગાંધીધામ (કચ્છ) તથા સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા દિલ્હીના ઉપમંત્રી ઉપસ્થિત રહેશે. આ વાર્ષિકોત્સવમાં વૈદિક યજ્ઞ, ભજન,પ્રવચન તથા કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો આર્યસમાજીઓએ લાભ લેવા અનુરોધ કરાયો છે.