ટ્રક નીચે સૂતેલા યુવાન ઉપર ટાયર ફળી વળતાં મોત

- text


હળવદના સાપકડા ગામે ભાગવત સપ્તાહના આયોજનમાં રાજકોટથી મંડપ નાખવા આવેલ યુવાનનું અકાળે મોત

હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે સ્વામિનારાયણ ભગવાનના ધાર્મિક કાર્યક્રમને લઇ રાજકોટથી ટ્રક લઈ મંડપ ફીટ કરવા આવેલ યુવાન ઉપર ટ્રકનું ટાયર માથે ફરી વળતા ઘટનાસ્થળે જ ચગદાઇ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે આગામી દિવસોમાં યોજાનાર સ્વામિનારાયણ ભગવાનના ધાર્મિક કાર્યક્રમને લઇ મંડપ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ શહેરના ભારતનગરમાં રહેતા સાયરભાઈ દેવાભાઈ લકુમ ઉંમર વર્ષ 45 રાજકોટથી મંડપ ભરી આવેલ ટ્રક સાથે કામ કરવા આવ્યા હતા. ત્યારે બપોરના સમયે તાપ વધુ હોય જેથી ટ્રકના છાયડે આરામ કરી રહ્યા હતા તેવા સમયે ટ્રકના ડ્રાઈવરને ખબર ન હોવાથી ટ્રક ચાલુ કરી આગળ હંકાવતા ટ્રક નીચે આરામ કરી રહેલા સાયરભાઈના માથા પરથી ટ્રક ફળી વળતાં તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

- text

બનાવની જાણ ગામ લોકોને થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવની વધુ તપાસ સાપકડા બીટ જમાદાર મનહરભાઈ પ્રજાપતિ ચલાવી રહ્યા છે.

- text