સંત કેશવાનંદ બાપુને ખોખરાધામમાં અધ્યામિક અને માનસિક શાંતિ મળતી હોવાથી હનુમાનજીને ડોક્ટરની ઉપાધી આપી હતી મોરબી : મોરબીથી 15 કિમિ દૂર ભરતનગર અને બેલા ગામ વચ્ચે ખોખરા હરિહરધામમાં અંદાજે સૈકાઓ જૂનું હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ ખોખરા હરિહરધામ હનુમાનજી મંદિર પ્રત્યે લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા ધરાવે છે. શરૂઆતમાં જાણીતા સંત કેશવાનંદ બાપુ તેમની હયાતી વખતે અહીં વારંવાર આવતા અને હનુમાનજીની પૂજા અર્ચના કરતા હતા. તેઓ અવસ્થતા કે થાક લાગે ત્યારે અહીં આવીને અધ્યામિક અને માનસિકને શાંતિ અનુભવતા હોવાથી હનુમાનજીને ડોક્ટરની ઉપાધી આપી હતી. ત્યારબાદ સીતારામબાપુ આ ખોખરાધામમાં રહીને પૂજા અર્ચના કરતા હતા. હવે ખોખરાધામમાં કેશવાનંદ બાપુના શિષ્ય અને જાણીતા કથાકાર કનકેશ્વરી દેવી આશરે 8 વર્ષથી હનુમાનજીની સેવાપૂજા કરે છે અને તેમના સાનિધ્યમાં ખોખરાધામ માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક જ નહીં પણ વિવિધ સેવાપ્રવૃત્તિ પણ થાય છે. ખોખરાધામમાં સંસ્કૃત વેદ વિદ્યાલય ચાલે છે. જેમાં હાલ 100 બાળકો સંસ્કૃત વિષ્યનું જ્ઞાન મેળવે છે. આ ઉપરાંત આરોગ્ય કેમ્પ અને અન્નક્ષેત્રે તેમજ સર્વજ્ઞાતિય સમૂહલગ્ન પણ વારંવાર યોજાઈ છે. કોરોના કાળ વચ્ચે સદાયથી ખોખરા હનુમાનજી ધામની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ હાલ રામકથા અને ગુજરાતમાં પ્રથમ વખત અહીં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરાયું છે. જેમાં સાત અબજ રામનામ લખવામાં આવ્યા છે. આવનારા સમયમાં અહીં વાનપ્રસ્થાન ગૃહ અને અતિથિ ગુહ બનવવામાં આવશે.