ભૂગર્ભ ગટરનો પ્રશ્ન તાકીદે ઉકેલવા લોકમાંગ ઉઠી મોરબી : મોરબી શહેરના લાતી પ્લોટમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ત્યારે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન તાકીદે ઉકેલવા લોકમાંગ ઉઠી છે. મોરબી શહેરના લાતી પ્લોટની શેરી નંબર 13માં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાય છે. સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજુઆત કરી પણ કોઈ નિરાકરણ આવતું નથી. આના કારણે ત્યાં મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ રહે છે. જેથી, રહીશો સાથે વેપારીઓ પરેશાન છે અને ધંધાને પણ માઠી અસર પહોંચે છે. ત્યારે રહીશોએ ભૂગર્ભ ગટરની સમસ્યાને લઇને તંત્રને અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઇપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. આથી, હવે તંત્ર જાગે અને વ્હેલી તકે ગટરમાં જરૂરી સમારકામ કરી સમસ્યાનો અંત લાવે તેવી માંગ કરવામાં આવી છે.