મોરબી : ચૂંટણીમાં જીત મેળવી પૂર્વ ધારાસભ્ય સૌથી પહેલા દર્શને આવતા મોરબીમાં આવેલ 700 વર્ષ જુના મંદિરમાં આજરોજ હનુમાન જયંતી નિમિતે હવન રાખવામાં આવ્યો છે. મોરબીમાં 700 વર્ષ જુના મંદિરમાં પ્રાચીન હનુમાનજીની મૂર્તિ છે.આ નારીચણા હનુમાનજી મંદિર મોરબી સુધારા શેરી,સરદાર રોડ ખાતે આવેલ છે.જ્યાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,સાંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા અને આઇ. કે. જાડેજા ચૂંટણીમાં જીત મેળવી સૌથી પહેલા નારીચણા હનુમાનજી મંદિરે શીશ નમાવતા હતા.આજરોજ હનુમાન જયંતી નિમિતે આ મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભક્તોને દર્શન કરવા આમત્રંણ આપવામાં આવ્યું છે.