મોરબી : મોરબીના રવાપર રોડથી લીલાપર રોડ જવાના રસ્તે બોલેરો પીકઅપ વાહને બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલક યુવાનને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડથી લીલાપર રોડ તરફ જતા રસ્તે એસપી રોડ નજીક બાઈક લઈને જઈ રહેલ જીગ્નેશભાઇ દીનેશભાઇ સોલંકી, રહે. મોરબી જેલ રોડ વણકરવાસ શેરી નં.૨ વાળાને બોલેરો પીકઅપ કાર નંબર GJ.36.T.4294 ના ચાલક કૃષ્ણરાજ ઉર્ફે કાનો રહે. ગામ પંચાસર વાળાએ હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને માથામાં હેમરેજ જેવી તથા જમણા પગે ઢીચણથી નીથે ફણાના ભાગે ફેક્ચર જેવી ઇજા કરી તથા પીઠના ભાગે તથા બંને હાથે છોલ છાલ જેવી ઇજાઓ પહોંચતા અકસ્માતનો ભોગ બનેલા યુવાનના ભાઈ જયભાઇ દીનેશભાઇ સોલંકીની ફરિયાદને આધારે પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.