મોરબી : હનુમાન જયંતી નિમિતે બટુક ભોજન,શોભાયાત્રા,સંતવાણી,મહાઆરતી વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.એ જ રીતે ભોલા બાપુ ગ્રુપ દ્વારા સંતવાણી આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં સુનીલ નિમાવત (ભોલા બાપુ ગ્રુપ) દ્વારા આવતીકાલે તા.16ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે ન્યૂ ચંદ્રેશ નગર સોસયટી 1,2,મૂનન નગર રોડ ખાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.ભજનિક તરીકે હિતેશગિરિબાપુ ગોસાઈ,જાસ્મીનબાપુ તથા પૃથ્વીરાજસિંહજી ઝાલા ઉપસ્થિત રહેશે.