મોરબી : મોરબીમાં સ્વજનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે પરિવારના સભ્યો દ્વારા પક્ષી માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી નિવાસી બીનાબેન વાલજીભાઈ સોલંકી,તે વિનોદભાઈ મોહનભાઈ સોલંકીના કાકી,મીનાબેન વિનોદભાઈ સોલંકીના બહેન તથા મયુર,પ્રથમ અને જેનીના મમ્મીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે પક્ષી માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, પરિવારજનો દ્વારા સદગતને સાર્થક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.