હળવદ : હળવદ તાલુકાના ચંદ્રગઢ લીલાપર ગામે રહેતા રાજેશભાઇ મુળજીભાઇ નંદેસરીયાની વાડીએથી કોઈ અજાણ્યો ચોર ઇસમ તેમનું 35 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી દેતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.