મોરબી : મોરબીમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ-વિદ્યાલયની બાળાઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.તેમજ આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબીમાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ-વિદ્યાલયમાં આજ રોજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો.વિપુલભાઈ શેરસીયા,અધિક્ષક નિરાલીબેન જાવિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય બાળ વિકાસ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટિમ દ્વારા તમામ બાળાઓની પ્રાથમિક આરોગ્ય તપાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોરબી તાલુકા હેલ્થ ઓફિસથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટિમ ડો.જિગીષા દસાડિયા,ડો.આદર્શ કડીવાર,ફાર્માસીસ્ટ કેયુર પટેલ તથા નર્સ ગુલનાઝ વડાવિયા દ્વારા બાળાઓની તપાસ કરવામાં આવી હતી.તેમજ આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.