મોરબી : ગત તા.10ના રોજ રામનવમી નિમિતે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.મહાઆરતી,પ્રસાદ,શોભાયાત્રા વગેરેનું આયોજન કરી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી.એ જ રીતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાઓ,લોકોએ સાથ-સહકાર આપ્યો હતો.જે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી જીલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત રામનવમીની શોભાયાત્રામાં સર્વે સમાજ,હિન્દુ સંગઠનો,સામાજિક સંસ્થાઓ,ભગિની શાખાઓ,અલગ અલગ મિત્ર મંડળઓ,સોસાયટીઓ અને દરેક સનાતની ભાઈઓ અને બહેનોનો તથા પ્રેસ મીડિયાનો સારો એવો સહકાર મળ્યો હતો.તે બદલ વિશ્વ હિન્દુ પરિષદ આભાર પ્રગટ કર્યો હતો.આગામી સમયમાં આવનાર ઉત્સવોને પણ સાથે મળીને સંગઠિત થઈને આયોજન સાથે મળીને કરવામાં આવશે.સાથ સહકાર બદલ વહીવટી અને પોલીસ તંત્રનો પણ આભાર માનવામાં આવ્યો હતો.