ટંકારા : આગામી તારીખ 14મી એપ્રિલે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી હોય ટંકારા ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મહામાનવ ભારતરત્ન એવા ડો. બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતીની ઉજવણી ઠેર ઠેર 14મી એપ્રિલના રોજ કરવામાં આવનાર છે. ત્યારે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ટંકારામાં મહારેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહારેલીનું પ્રસ્થાન 14મી એપ્રિલ ને ગુરુવારના રોજ સવારે 9 વાગ્યે આંબેડકર ભવનથી થશે અને સમગ્ર ટંકારામાં પરિભ્રમણ કરી પરત આંબેડકર ભવને પૂર્ણ થશે. મહારેલીનું પ્રસ્થાન જિલ્લા શિક્ષણાધિકારી બી. એલ. સોલંકી કરાવશે. મહારેલી પૂર્ણ થયે ભીમ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મહારેલીમાં પધારવા સૌને ભાવ ભર્યું આમંત્રણ પાઠવાયું છે.