મોરબી: રાજ્યકક્ષાની 30મી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લા પંચાયતના ખેલાડી રાહુલ બળાઇએ બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાહુલ બળાઇએ ચાર મેચમાં 14 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બેટિંગમાં પણ સારું પ્રદર્શન કરીને ચાર મેચમાં 141 રન ફટકાર્યા હતા. રાહુલ બળાઇના આ શાનદાર પ્રદર્શન બદલ તેને બેસ્ટ બોલર ઓફ ધી ટૂર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાહુલ બળાઇના આ શાનદાર પ્રદર્શન બદલ તેઓને શુભેચ્છાઓ મળી રહી છે.