ગ્રંથમાં સ્થાન પ્રાપ્ત કરવા પરિચય અને કૃતિઓ મોકલવા કવિ-લેખકોને અપીલ મોરબી : મોરબી જિલ્લાના,મોરબી જિલ્લો વતન હોય તેમજ બીજા જિલ્લામાંથી આવી મોરબી વસેલા સાહિત્યકારો માટે પરિચય ગ્રંથ તૈયાર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં સાહિત્યકારોનું ઓછામાં ઓછું એક પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું હોવું જરૂરી છે. મોરબી જિલ્લાના સાહિત્યકારોનો પરિચય ગ્રંથ તૈયાર કરવાનું અભિયાન શરૂ થઈ ચૂક્યું છે.આ ગ્રંથમાં સમગ્ર મોરબી જિલ્લાના તેમજ મોરબી જિલ્લો વતન હોય અને બીજે સ્થળે કાર્યક્ષેત્ર હોય તે,આ ઉપરાંત વતનનો જિલ્લો બીજો હોય પણ હાલમાં મોરબી જિલ્લામાં રહેતા હોય એવા તમામ સાહિત્ય સર્જકો કે જેઓનું ઓછામાં ઓછું એક પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું હોય તેવા સર્જકોનો સમાવેશ કરવામાં આવશે.આ પુસ્તકમાં સર્જકના ફોટા સાથે વિસ્તૃત પરિચય તેમજ તેમના સર્જનની એકાદ - બે કૃતિઓ પણ મુકવામાં આવશે. આ ગ્રંથ માટે કેટલા પેઈજ ફાળવવા એ બાબતે સંપાદક મંડળ નિર્ણય લેશે.મોરબી જિલ્લાના સાહિત્યકારોને આ ગ્રંથમાં સ્થાન પ્રાપ્ત કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે.વધુ માહિતી માટે ડો.સતીશ પટેલ મો.9825162162,દિનેશભાઈ વડસોલા મો.9825913334 અને ડો.અમૃત કાંજિયા મો.9879879900 પર સંપર્ક કરવો.વિશેષ માહિતી અને નિયમો આવશ્યકતા અનુસાર જણાવવામાં આવશે.રૂબરૂ મુલાકાત આવકાર્ય છે.