મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ફર્ન હોટલ નજીક બેકાબુ ટ્રકે ડમ્પરને હડફેટે નુક્શાન પહોંચાડતા આ મામલે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા હાઇવે ઉપર ફર્ન હોટલ નજીક ટ્રક નંબર-GJ-12-AW-0397ના ચાલકે ફરિયાદી સંજયસિંહ બાબુભાઇ સિંગના ટ્રક ડમ્પર નં- GJ-18-AU-8060ની ખાલી સાઇડમા કેબીન સાથે ટ્રક અથડાવી કાચ ફોડી નાખી ટાયરનો ધરો તોડી નુકશાન કરતા આ મામલે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.