રાજકોટ ખાતે યોજાયેલી કોમ્પિટિશનમાં થઈ પસંદગી મોરબી : રાજકોટ ખાતે ઓલ ઇન્ડિયા રૂરલ ડાન્સ ચેમ્પિયન ઓડિશન યોજાઈ હતી.જેમાં મોરબીની વાઇબ્રન્ટ ડાન્સ એકેડમીના વિદ્યાર્થીઓ સેમી ફાઇનલમાં પસંદગી પામ્યા હતા. ગત તા.9ના રોજ રાજકોટ ખાતે ઓલ ઇન્ડિયા રૂરલ ડાન્સ ચેમ્પિયનનું ઓડિશન યોજાયું હતું.જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ઘણા ડાન્સર્સએ ભાગ લીધો હતો.જેમાં મોરબીના વાઇબ્રન્ટ ડાન્સ એકેડમીના વિદ્યાર્થીઓ નિયતિ કુકડિયા અને ધ્યાન બુધ્ધદેવ સેમી ફિનાલે માટે સિલેક્ટ થયા હતા.જેની કોરિયોગગ્રાફી ભાસ્કર પૈજા દ્વારા કરવામાં આવી હતી.