- text
ઠેરઠેર પુષ્પવૃષ્ટિ અને ફટાફડા ફોડીને શોભાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું
મોરબી : મોરબીમાં આજે રામનવમીના પાવન અવસર નિમિતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઠેરઠેર પુષ્પવૃષ્ટિ અને ફટાફડા ફોડીને શોભાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા આજે રામનવમી નિમિતે ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી ભવ્ય રથમાં ભગવાન શ્રી રામને બિરાજમાન કરીને ઘજકા પતાકા તેમજ જય શ્રી રામના જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. આ શોભાયાત્રા મહારાણા પ્રતાપ સર્કલથી મયુર પુલ, દરબાર ગઢ, ગીન ચોક, નહેરુ ગેઇટ ચોક, જુના બસ સ્ટેન્ડ અને રામચોક, નવા બસ સ્ટેન્ડ, રવાપર રોડ બાપા સીતારામ ચોક, ગાંધી ચોક, શાક માર્કેટ, જેલ રોડ સહિતના રૂટ ઉપર ફરીને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. ઠેરઠેર પુષ્પવૃષ્ટિ અને ફટાફડા ફોડીને શોભાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
- text
- text