આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કરાયું આયોજન મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ તથા યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત મોરબીમાં ગત તા-7-8-9ના રોજ મોઢવણિક મહિલા મંડળ દ્વારા ત્રિદિવસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.9ના રોજ શિબિરના ત્રિતિય દિવસે યોગ કોચ- રૂપલબેન શાહના માર્ગદર્શન હેઠળ યોગ ટ્રેનરો- ડો.શેફાલીબેન રાઠોડ,મનીષા નિરંજની, શિતલબેન કોટક,ઉષા વોરા દ્વારા વ્યાયામ, સુર્યનમસ્કાર,આસનો,સંગીત સાથે વ્યાયામ અને પ્રાણાયમનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં મોઢ વણિક મહિલાઓ તથા બાળકોએ ભાગ લીધો હતો. તથા સન્દિપનિ યોગ ગ્રુપના સાધક બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મોઢવણિક મહાજનના પ્રમુખ પરેશભાઈ વજરિયા તથા કારોબારીના સભ્યો તથા મહિલા મંડળના પ્રમુખ હેતલબેન એ. પારેખ અને કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. મોઢ વણિક મહાજનના પ્રમુખ દ્વારા યોગ કોચ રૂપલબેન શાહનું સન્માન કરવામાં આવ્યું હતું.તથા રૂપલબેન શાહ તરફથી મહિલા મંડળનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રમુખ પરેશભાઈ વજરિયા તરફથી આઈસક્રીમનું વિતરણ કરી ત્રિતિય દિવસની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.