મોરબીમાં આયોજિત રામકથાનો આજે બીજો દિવસ : રાજ્યમંત્રી અને પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા મોરબી : મોરબીના ભરતનગર (બેલા) નજીક આવેલા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે રામકથા યોજાઈ છે. આજે રામકથાનો બીજો દિવસ છે. જેમાં કનકેશ્વરીદેવી દ્વારા શ્રોતાઓને રામકથાની સાથે જીવનમાં સત્સંગના મહત્વ અંગે સમજાવવામાં આવ્યું હતું. ભરતનગર (બેલા) નજીક ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજીની રાજ્યમાં સૌથી ઊંચી મૂર્તિના અનાવરણ પ્રસંગે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથાનું રસપાન વ્યાસપીઠસ્થાનેથી કનકેશ્વરીદેવી કરાવી રહ્યા છે. આજે રામકથાનો બીજો દિવસ છે. જેમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મહંત ભાવેશ્વરી માતા ઉપસ્થિત રહ્યા હતા. જીવનમાં સત્સંગ શા માટે જરૂરી છે? તે અંગે કનકેશ્વરીદેવીએ શ્રોતાઓને રામકથાના પ્રસંગોની સાથે સત્સંગનું મહત્વ સમજાવ્યું હતું. આજે રામકથા દરમિયાન કનકેશ્વરીદેવીના પ્રવર્ચનના મુખ્ય અંશો નીચે મુજબ છે. - ઈશ્વરની કૃપા મેળવવા માટે પણ સત્સંગની જરૂર છે. - ઈશ્વરની કૃપાનો અધિકાર મેળવવા માટે તથા તેને પચાવવા માટે પણ સત્સંગની જરૂર છે. - અશક્યને શક્ય કરવાનું સામર્થ્ય છે કૃપા. - સત્સંગમાં બેસનાર લોકો સુખ સમૃદ્ધિને વિવેકથી પચાવી શકે છે. - જમીન છે તો જ ઝાડ છે તેમ સત્સંગ છે તો જ વિવેક છે. - ફેલાઈ જવું મહત્વનું નથી પણ સ્થપાઇ જવું મહત્વનું છે. - અસ્તિત્વની ઈચ્છાથી તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની રચના કરી છે. - જેની વાણીમાં વિકૃતિ છે તેની ઉન્નતિના દરવાજા લાંબો સમય ખુલ્લા રહેવાના જ નથી. - વિચારમાં વિવેક હશે તો જ ક્રિયામાં આવશે. - કલ્યાણકારી બોલવું જ બોલવું છે બાકી બધું બકવું છે. - ભગવાન માયાધીશ છે અને સદગુરુ માયાતીત છે. - દુનિયામાં બે ફુંકનો મહિમા છે એક માતાની ફૂંક અને બીજી ગુરુની ફૂંક. - માની ફૂંક શરીરની પીડા મટાડે છે અને ગુરુની ફૂંક ભવની પીડા મટાડે છે. -જેને દેવામાં આનંદ આવે તે દેવતા.