મોરબી : જેતપર રામજી મંદિર ખાતે મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે મહાવિષ્ણુયાગ યજ્ઞનું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રામજી મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થતાં તે નિમિત્તે મહાવિષ્ણુયાગ યજ્ઞ યોજાયો હતો. જેમા દેહશુદ્ધિ, ગણેશ સ્થાપન ત્યારબાદ વાજતેગાજતે જલયાત્રા પણ કાઢવામાં આવી હતી. દેવ મહાપૂજા અભિષેક કરી ભગવાન રામચંદ્રજીને સ્નાન કરાવવામાં આવ્યું હતું અને સાંજે મહાપ્રસાદ યોજાયો હતો. આ ધર્મોત્સવનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.