રહસ્યમય રીતે પતિ પત્ની બાવળના ઝાડે ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી માળીયા : માળીયા તાલુકાના વધારવા ગામે મૂળ મધ્યપ્રદેશ અલીરાજપુર જિલ્લાના વતની આદિવાસી ખેત શ્રમિક દંપતિ દ્વારા કોઈ અગમ્ય કારણોસર બાવળના ઝાડે લટકી ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વધારવા ગામે રમેશભાઇ નરશીભાઇની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ રહે,નેહતડા તા.કનવાડા જી.અલીરાજપુર મધ્યપ્રદેશના રાહુલભાઇ મહેતાબભાઇ ચૌહાણ અને તેના પત્ની સુનીતાબેન રાહુલભાઇ ચૌહાણ વાધરવા ગામની સીમમાં આવેલ દિગ્વીજયસિંહ બાબુભા જાડેજાના ખેતરમા બાવળના ઝાડે લટકી સજોડે દુપટા વડે ગળેફાંસો ખાઈ લેતા બન્નેના મૃત્યુ નિપજયા હતા. વધુમાં હજુ ચારેક માસ પૂર્વે જ બન્નેના લગ્ન થયા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે આ સજોડે આપઘાત મામલે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.