ભવ્ય પાટોત્સવ નિમિતના કાર્યક્રમમાં 11મીએ મુખ્યમંત્રી હાજર રહેશે મોરબી : મોરબીના ખોખરા હનુમાનની જગ્યામાં આવતીકાલે રામકથાનો પ્રારંભ થશે. તેમજ બેલા ગામથી પોથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા 3 હાથી, 51 ઘોડા, 8 બગી સાથે ખોખરાધામ સુધી ભવ્ય પોથીયાત્રા નીકળશે અને મહારાષ્ટ્રથી ઢોલનગારાવાળા આવશે. જો કે 16 તારીખે પીએમ વર્ચ્યુલ જોડાશે. સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી સહિતના હાજર રહેશે, આ કથામાં ભારતભરમાંથી 1000થી વધુ સાધુ સંતો હાજર રહેશે. મોરબીના ખોખરા હનુમાનની જગ્યામાં આવતીકાલે તા.8ને શુક્રવારના રોજ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કથા કંકેશ્વરી માતાજીના સાનિધ્યમાં શરૂ થનાર છે.જેમાં બેલા ગામથી સવારે 8 કલાકે શોભાયાત્રા ખોખરા હનુમાનજી સુધી યોજાશે.આ પોથીની શોભાયાત્રા 3 હાથી,51 ઘોડા,8 બગી,અને મહારાષ્ટ્રથી ઢોલ નગારાના ગાજ સાથે નીકળશે.જેમાં જીલ્લા પંચાયત મોરબીના બાંધકામ સમિતિના ચેરમેન અને રામકથાના યજમાન અજય લોરીયા પોથી ઉપાડશે. જ્યારે ભારતભર માંથી લખાયેલ 7 અબજ રામનામ સાથેની ભારતની 108 ફૂટ ઊંચી પ્રથમ હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરાયું છે અને 13 તારીખે આ મંદિરનો પાટોત્સવ ઉજવાશે.આથી 11 તારીખે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે અને 11 તારીખે આખા ગુજરાતના 15000 થી વધુ ગૌભક્તોની હાજરીમાં ગૌ મહિમા ધર્મ સભા યોજાશે આજુબાજુમાં 70 ગામના 3000 થી વધુ સ્વયંસેવકો જોડાશે રામકથાના આયોજન માટે આજુબાજુમાં 70 ગામના 3000 થી વધુ સ્વયંસેવકો જોડાશે અને દરરોજના 12000થી વધુ લોકો કથા સાંભળી શકે તેવું આયોજન છે. જ્યારે મોરબીથી કથામાં જવા માટે સીટી બસની સુવિધા ઉભી કરાઈ છે જો કે છેલ્લે 2014 માં અહીં કનકેશ્વરી દેવીનો કથા યોજાય હતી. 11 તારીખે ગુજરાતભરના 15000 ગૌસેવકો જોડાશે રામકથામાં તા. 11 ના રોજ ગૌ મહિમા ધર્મસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધારશે સાથે ગુજરાતભરના ગૌશાળાના 15000 જેટલા સંચાલકો પધારશે.