નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET UG 2022 પરીક્ષા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સત્તાવાર વેબસાઇટ nta.ac.in અને neet.nta.nic.in પર NEET નોટિફિકેશન બહાર પાડ્યું છે. NEETની પરીક્ષા 17 જુલાઈએ લેવામાં આવશે. પરીક્ષા બપોરે 2 થી 5:30 સુધી યોજાશે. આ પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. હાલમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એડમિટ કાર્ડ જારી કરવાની તારીખ જાહેર કરી નથી. વિદ્યાર્થીઓએ અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે, 2022 છે. નોંધણી પ્રક્રિયા 1. સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ nta.nic.in પર જાઓ. 2. વેબસાઇટ પર આપેલ NEET(UG)-2022 માટે નોંધણી માટેની લિંક પર ક્લિક કરો. 3. હવે નામ, માતા-પિતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને અન્ય માહિતી સબમિટ કરીને લોગીન જનરેટ કરો. 4. હવે મેઈન પેજ પર પાછા જઈને લોગ ઇન કરો. 5. લૉગ ઇન કર્યા પછી, એપ્લિકેશન ફોર્મ ભરો. 6. ફોટો અપલોડ કરો અને સહી કરો. 7. અરજી ફી સબમિટ કરો. 8. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજીની પ્રિન્ટ લો.