મોરબી : મોરબી શહેરમાં મણિમંદિર નજીક આજે ટ્રિપલ વાહન અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઇ જતા વાહનચાલકો અટવાઈ ગયા હતા. મોરબી શહેરમાં મણિમંદિર નજીક રોડ પર આજે સવારે 11 વાગ્યા આસપાસ રીક્ષા, બાઈક અને કાર એકસાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં વાહનચાલકો બાઇકચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ઉપરાંત, વાહન અકસ્માતના લીધે રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. તેમજ રાહદારીઓ અને અટવાઈ જતા તડકામાં અકળાઈ ગયા હતા.