હળવદ : હળવદ તાલુકાના કડિયાણા ગામે રહેતા મહેશભાઇ ધીરજભાઇ વાઢરકીયા નામનો યુવાન પોતાના ઘરે કોઇ કારણસર અગાસીમાંથી પડી જતા માથે તથા શરીરે ઇજા થતા પ્રથમ સારવાર મોરબી બાદ સીવીલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.