મોરબી : મોરબીના કાનાણી પરિવારે સ્વજનને શ્રધ્ધાંજલિ આપવા જલારામ મંદિરમાં ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજ્યો હતો.મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.મોરબી જલારામ મંદિરના અગ્રણીએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મોરબી નિવાસી સ્વ.અનસોયાબેન ધીરજલાલ કારીયાનું ગત તા.25/3ના રોજ અવસાન થયેલ હતું.સ્વર્ગસ્થ માતાની યાદમાં તેમના પુત્રો રાજુભાઈ,હરીશભાઈ, વિજયભાઈ,બીપીનભાઈ તથા પુત્રી રશ્મિબેન દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી .સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી,હરીશભાઈ રાજા,નિર્મિત કક્કડ,ભાવીન ઘેલાણી,ચિરાગ રાચ્છ,મનિષ પટેલ,હસુભાઈ પંડિત સહીતનાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.