સ્પર્ધા યોજી સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવાઈ માળીયા(મી.) : સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા અને એના હેઠળનાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા,રંગોળી અને વિલેજ હેલ્થ કમિટી મીટીંગ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવામાં આવી હતી. આજરોજ પ્રાથમિક શાળામાં સ્વચ્છતા પખવાડિક અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા અને એના હેઠળનાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આજરોજ સ્કુલમાં રંગોળી અને ચિત્ર સ્પર્ધા યોજી સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવામાં આવી હતી.તેમજ સ્વચ્છતાનાં વિડિયો બતાવવામાં આવ્યો હતો.VHSNC સભ્યો મીટીંગ દ્વારા ગામમાં સ્વચ્છતા જનજાગૃતિ કરવામાં આવી હતી અને ગામમાં બધા શૌચાલયના ઉપયોગ કરે એ અંગે જનજાગૃતિ લાવવામાં આવી હતી.