મોરબી : વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકારે એક સાથે 77 આઇપીએસ અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતાર્યો છે. જેમાં મોરબી જિલ્લાના એસપીને સીઆઈડી ક્રાઇમમાં મુકવામાં આવ્યા છે. સામે નવા એસપી તરીકે ગીર સોમનાથથી રાહુલ ત્રિપાઠીને મૂકવામ આવ્યા છે. રાજયના ગૃહ વિભાગ દ્વારા આજે 77 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના પોલીસ વડા એસ.આર. ઓડેદરાની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે મોરબી જિલ્લાના નવા પોલીસ વડા તરીકે ગીર સોમનાથ જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીને મુકવામાં આવ્યા છે.