હળવદ : આજે મોડી સાંજે હળવદ તાલુકાના દેવળીયાથી સુરવદર ગામ જવાના રોડ ઉપર કોઈ અજાણ્યા યુવાનની લાશ પડી હોવાનું ત્યાંથી પસાર થતા રાહદારીઓને ધ્યાને આવતા બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવે મૃતક યુવાનની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના દેવળીયાથી સુરવદર ગામ તરફ જવાના રોડ ઉપર અંદાજે 40 વર્ષીય યુવાનની લાશ પડી હોવાનું ત્યાંથી પસાર થતા રાહદારીઓને ધ્યાને આવતા તેઓ દ્વારા હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાખને પી.એમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આવી હતી સાથે જ આ મૃતક યુવાનના પરિવારજનોની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વધુમાં પોલીસના જણાવ્યા મુજબ મૃતક યુવાનનું કુદરતી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સાચી હકીકત પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.