પિત્રોડા પરિવાર દ્વારા આયોજન મોરબી : મોરબીમાં પિત્રોડા પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.કથાશ્રવણ કરવા આવનાર ભક્તો માટે કથાના છેલ્લા દિવસે મહાપ્રસાદ રખાયો છે.તેમજ કથામાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. મોરબીમાં પિત્રોડા પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ આવતીકાલે તા.2ને શનિવારના રોજ માં નવરાત્રી મહોત્સવ,સાંઈ ભાગ,ઉમટાઉન શિપ,ભરતી વિદ્યાલયની સામેના મેદાનમાં મોરબી-2 ખાતે થશે.કથા પુર્ણાહુતી તા.8ના રોજ થશે.કથાશ્રવણનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 કલાકનો રહેશે.કથામાં આવનાર માટે તા.8ને શુક્રવારના રોજ સાંજે 6:30 કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.કથા રસપાન શાસ્ત્રી દુષ્યંતભાઈ કરાવશે. કથામાં વિવિધ કાર્યકમો યોજાશે.જેમાં તા.1ને શુક્રવારના રોજ પોથી યાત્રા,તા.2ને શનિવારના રોજ પરીક્ષિત ચરિત્ર (શુક્રદેવજીનું આગમન),તા.3ને રવિવારના રોજ કપિલ જન્મ(ધ્રુવ ચરિત્ર કથા),તા.4ને સોમવારના રોજ નૃસિંહ જન્મ(સતીસ ચરિત્ર),તા.5ને મંગળવારના રોજ કૃષ્ણ જન્મ(રામ વામન,નંદ મહોત્સવ),તા.6ને બુધવારના રોજ કૃષ્ણ લીલા(ગૌવર્ધન પૂજા-રાસલીલા),તા.7ને ગુરુવારના રોજ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ અને તા.8ને શુક્રવારના રોજ સુદામા ચરિત્ર અને કથા પૂર્ણહૂતી થશે. આયોજક અજયભાઇ ડાયાલાલભાઈ પિત્રોડા,નૈમિષભાઈ ડાયાલાલભાઈ પિત્રોડા અને મોહિતભાઈ ડાયાલાલભાઈ પિત્રોડા(મો.98251 52238,97256 03444,95695 68118) લોકોને જાહેર આમત્રંણ આપ્યું છે.