મોરબીના કાંતિનગરમાં બનેલ ઘટના અંગે એક બાળ આરોપી સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ મોરબી : મોરબીના કાંતિનગર વિસ્તારમાં રહેતા શકીનાબેન નામના મહિલાને ખેરૂનબેનને કેમ ચડામણી કરો છો કહી પાડોશમાં રહેતા બાળ આરોપી સહિત ચાર ઈસમોએ માર મારતા પોલીસે ગુન્હો નોંધી તમામ આરોપીની અટકાયત કરી હતી અને બાળ આરોપીની પૂછપરછ કરી તેના પિતાને સોંપી આપ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાંતિનગરમાં જુંબેદા મસ્જિદ પાછળ રહેતા શકીનાબેન હનીફભાઇ ભરેર, ઉ.30ને પાડોશમાં રહેતા મુમતાઝબેન સિદીકભાઇ, મહેરૂનબેન હનીફભાઇ, અફઝલભાઇ ઇદ્રીશભાઇ શેખ તેમજ એક બાળ આરોપીએ ખેરૂનબેનને કેમ ચડામણી કરે છે તેમ કહીને બેફામ ગાળો બોલી, ઢીકાપાટુનો મારમારી, લાકડી વડે માથામા તથા હાથમા ઇજા પહોચાડતા આ મામલે સીટી બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શકીનાબેન હનીફભાઇ ભરેરની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૩ ૫૦૪ ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી ત્રણ આરોપીઓને ત્વરિત અટકાયતમાં લઈ બાળ આરોપીની પૂછપરછ કરી તેના પિતાને સોંપવામાં આવ્યો હતો.