એલસીબી ટીમે શકત શનાળાના શખ્શને દારૂનો જથ્થો સપ્લાય થાય તે પૂર્વે જ ઓપરેશન કરી નાખ્યું ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક એલસીબી ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી રાજકોટના શખ્સને દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ ડિઝાયર કાર સાથે ઝડપી લઈ શકત શનાળા ગામના શખ્સનું નામ ખોલાવામાં સફળતા મેળવી છે. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ઉપર એલસીબી ટીમે વોચ ગોઠવી સ્વીફ્ટ ડિઝાયર કારમાં 100 લીટર દેશીદારૂનો જથ્થો લઈને નીકળેલા રાજકોટ તાલુકાના જારીયા ગામના ક્રિપાલ ઉર્ફે પપ્પુ જયંતિભાઇ સોલંકીને ઝડપી લઈ કાર સહિત રૂપિયા 2,02,000નો મુદામાલ કબ્જે કરી દેશી દારૂનો આ જથ્થો શકત શનાળાના જયદિપસિંહ ઉર્ફે રાજો મહેન્દ્રસિંહ ઝાલાને પહોંચાડવાનો હોવાની કબૂલાત આપતા બન્ને આરોપીઓ વિરુદ્ધ એલસીબી ટીમે ટંકારા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.