સ્તન કેન્સર - ગર્ભાશય મુખનું કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરની નિઃશુલ્ક તપાસ કરાશે મોરબી : રોટરી ક્લબ – ચિખલી રિવર ફ્રન્ટ અને રોટરી ક્લબ ગણદેવીના સહયોગથી આલીપોર હોસ્પિટલ સંચાલીત મોબાઈલ કેન્સર ડિટેક્શન વાન દ્વારા વિનામુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સ્તન કેન્સર - ગર્ભાશય મુખનું કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરની નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા નામ નોંધણી કરાવવી ફરજીયાત છે. રોટરી ક્લબ ઓફ મોરબી - ચિખલી રિવર ફ્રન્ટ અને રોટરી ક્લબ ગણદેવીના સહયોગથી આલીપોર હોસ્પિટલ સંચાલીત મોબાઈલ કેન્સર ડિટેક્શન વાન દ્વારા વિનામુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન આગામી તા.5ને મંગળવાર અને 6ને બુધવારના રોજ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મયુર હોસ્પિટલ, જુલતા પુલ પાસે,સ્વામીનારાયણ મંદિર સામે,મોરબી - 2 ખાતે કરવામાં આવ્યું છે. સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશય તેમજ પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.શરમ,સંકોચ,ડર અને આર્થિક કારણોસર લોકો સમયસર નિદાન કરવાનું ટાળતા હોય છે.સજાગતાથી જો પ્રાથમિક સ્ટેજમાં તપાસ થઇ જાય તો ઘણી પ્રકારની તકલીફો કે વેદનાથી બચી શકાય છે.સામાન્ય રીતે આ ટેસ્ટની કિંમત રૂ.5000 આસપાસ થતા હોય છે.આવા ટેસ્ટ આધુનીક પધ્ધતીથી કરી આપવામાં આવશે. આ કેમ્પમાં બહેનો માટે નામ નોંધાવવા બંસી શેઠ મો. 93766 52360,સોનલબેન શાહ મો.79905 42612 પર સંપર્ક કરવો.સ્ત્રીઓ માટે વય મર્યાદા 35 વર્ષ થી 60 વર્ષ સુધીની હોય તેવા બહેનો કેમ્પનો લાભ લઇ શકશે.ભાઈઓ માટે નામ નોંધાવવા સિધ્ધાર્થભાઈ જોષી મો.:92288 97372 પર સંપર્ક કરવો.પુરૂષો માટે વચ મર્યાદા 55 વર્ષ થી 80 વર્ષ સુધીની હોય તેવા ભાઈઓ કેમ્પનો લાભ લઇ શકશે.નામ નોંધણી કરાવવી ફરજીયાત છે. આ કેમ્પમાં ઓમ શાંતિ વિદ્યાલયના ટી. ડી. પટેલ,ઇરોસ સ્ટાન્ડર્ડના કરશનભાઈ આદ્રોજા,ગણેશ સીમેન્ટ કાં.ના સિધ્ધાર્થભાઇ જોષી,સચદેવ ચા વાળા જીતેષભાઇ સચદેવ,હરીનભાઇ પરમાર શુભ મિનરોક કાં.ના હરિનભાઈ પરમાર આર્થિક સહયોગી બનશે.મયુર ફાઉન્ડેશન દ્રસ્ટ સંચાલીત મયુર હોસ્પિટલ,મોરબી-2,પ્રેસિડેન્ટ રોટે.બંસી શેઠ,પ્રોજેક્ટોરમેન રોટે.સિધ્ધાર્થભાઇ જોષી અને રાશિદ લાકડાવાલા માળખાકિય સહયોગી બનશે.