મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસીડેન્સી પાસે આવેલા રાધેશ્યામ કોમ્પલેક્ષ સામે બાઈક લઈને જઈ રહેલા મૂળ બંગાવડી ગામના અને હાલમાં હરીઓમ પાર્ક સોસાયટી ઘુટુ રહેતા દેવેન પંકજભાઇ નિમાવત,ઉ.22નું બાઈક સ્લીપ થઇ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.